Activities | Gujarat State Abhilekhagar : Sports, Youth and Culture Activities Department, Government of Gujarat
Activities | Gujarat State Abhilekhagar : Sports, Youth and Culture Activities Department, Government of Gujarat

Activities

ગુજરાત રાજ્ય અભિલેખાગારની પ્રવૃત્તિઓ

તા. ૨૧-૪-૧૯૮૧ના શિક્ષણ વિભાગના ઠરાવથી આર્કિવલ પોલીસી રેઝોલ્‍યુશન પસાર થયા બાદ આ ખાતાની કામગીરી સૃદ્રઢ રીતે થાય તે માટે તેનું અમલીકરણ કરવામાં આવે છે. આના અનુસંધાનમાં હાલમાં ખાતા તરફથી નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે.

આ ખાતાની મુખ્‍ય કામગીરી નીચે પ્રમાણે છે

ક્રમ ખાતાની મુખ્‍ય કામગીરી
કાયમી પ્રકારનું નોન કરન્‍ટ રેકર્ડ હસ્‍તગત કરવું.
તબદીલપાત્ર રેકર્ડની વૈજ્ઞાનિક ધોરણે સાચવણી, જાળવણી તથા તેના પરથી શોધ માધ્‍યમો તૈયાર કરવા
રાજ્ય સરકારની કચેરીઓમાં સંગ્રહાયેલ નાશપાત્ર રેકર્ડનું મૂલ્‍યાંકન કરી આર્કાઇવલ રેકર્ડને બચાવી લેવું.
નાશપાત્ર રેકર્ડને નાશ કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવી.
ઐતિહાસિક મહત્‍વનું આઝાદીની ચળવળને લગતું રેકર્ડ પ્રાપ્‍ત કરવું.
કાયમી પ્રકારના રેકર્ડમાંથી તેમજ ઐતિહાસિક રેકર્ડમાંથી લેખો, પ્રકાશનો બહાર પાડવા તથા કેટલોગ કાર્ડ તૈયાર કરવા.
ઐતિહાસિક સંશોધન માટે સ્‍કોલરો તથા જાહેર જનતાને બીન ચાલુ દફતર તથા ખાનગી ન હોય તેવું રેકર્ડ સરકાર ધ્‍વારા નકકી કરવામાં આવેલ નિયમોની મર્યાદામાં રહીને તપાસવા દેવું.
માંગણી પ્રમાણે જાહેર જનતાને સંગ્રહિત દફતરોમાંથી પ્રમાણિત નકલો આપવી.
માન્‍ય સંસ્‍થાના સ્‍કોલરોને સંશોધન માટે રેકર્ડનો ઉપયોગ કરી શકે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવી.
૧૦ રાજ્યમાં રેકર્ડની કામગીરી ઝડપી બને તે માટે સરકારી કર્મચારીઓને રેકર્ડની કામગીરી માટે તાલીમવર્ગનું આયોજન કરવું.
૧૧ ખાનગી વ્‍યક્તિઓ, સંસ્‍થાઓ પાસેથી ઐતિહાસિક રેકર્ડની મોજણી કરવી અને પ્રાપ્‍ત કરવું.
૧૨ સરકારી કચેરીઓના રેકર્ડરૂમનું નિરીક્ષણ કરવું તેમજ આ કચેરીઓના નિવૃત્ત થતા રેકર્ડનું નિયત સમયે વર્ગીકરણ થાય તે જોવું.
૧૩ વિભાગ-ખાતાની રેકર્ડની વર્ગીકરણ યાદીઓ તૈયાર કરાવવી.
૧૪ રાજ્ય દફતર ભંડાર ખાતામાં તબદીલ રેકર્ડમાંથી જ્યારે પણ સંબંધિત કચેરી રેકર્ડ માંગે ત્‍યારે તે પુરૂ પાડવું અને તે નિયત સમયે પરત લેવાની કામગીરી કરવી.
૧૫ રાજ્યમાં રેકર્ડની કામગીરી અંગે સભાનતા કેળવાય તેવા કાર્યક્રમો યોજવા.
૧૬ આઝાદીની લડતના લડવૈયા, અગ્રગણ્ય વ્‍યક્તિઓ, સાહિત્‍યકારો, જુની રંગભૂમિના કલાકારો વગેરેના વક્તવ્‍યો ધ્‍વનિમુદ્રિત કરવા.
૧૭ આર્કાઇઝ વિકની ઉજવણી કરવી, પ્રદર્શન, વાયુવાર્તાલાપ તેમજ તે અંગે સેમીનાર યોજવા.
૧૮ ભુતપૂર્વ દેશી રાજ્યનાં રેકર્ડની વિગતો એકઠી કરવી, તેમજ મહત્‍વનું રેકર્ડ ખાતાના વહીવટી અંકુશ હેઠળ મુકવું તેમજ તેની સાચવણી તથા જાળવણીની કામગીરી કરવી.
૧૯ અલભ્‍ય પુસ્‍તકો ગ્રંથાલયમાં સંગ્રહિત કરવા અને સંશોધકોને પુરા પાડવા.
૨૦ ગુજરાત રાજ્ય બહાર સંગ્રહાયેલ ગુજરાતને લગતા રેકર્ડની વિગતો મેળવવી તેમજ રેકર્ડ રાજ્ય દફતર ભંડાર ખાતામાં તબદીલ કરવાની કાર્યવાહી કરવી.
૨૧ રેકર્ડની કામગીરી માટે જુદી જુદી કમિટીઓ રચવી અને તેની કાર્યવાહી કરવી.
૨૨ રાજ્યમાં ખાનગી ટ્રસ્‍ટની લાયબ્રેરીઓમાં સંગ્રહાયેલ અલભ્‍ય પુસ્‍તકોની હસ્‍તપ્રતોની વિગતો એકઠી કરવી.
૨૩ ખાનગી ટ્રસ્‍ટની આવી કામગીરી કરતી સંસ્‍થાઓને ભારત સરકારની ફાયનાન્‍સીયલ આસીસ્‍ટન્‍ટ સ્‍કીમની ગ્રાન્‍ટ પ્રાપ્‍ત થાય તે માટે માર્ગદર્શન આપવું તેમજ તેઓને રેકર્ડ માટે વિવિધ સેવાઓ પુરી પાડવી.
૨૪ મહાનુભાવોની જન્‍ય જયંતિ ઉજવણી નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરવું.
૨૫ વ્‍યક્તિ વિશેષ-ઘટના વિશેષ અંગે વિશેષાંક તૈયાર કરવો, ખાતાના સામયિકનું પ્રકાશન કરવું.
૨૬ ખાતાની તાબાની કચેરીઓ માટે આર્કાઇઝ ખાતાને અનુરૂપ અદ્યતન મકાનો તૈયાર કરાવવા.
૨૭ રાજ્યની જુદી જુદી કચેરીઓમાં ઇન્‍સ્‍પેકશન ટીમો મોકલી તેઓની કચેરીના રેકર્ડને આર્કિવલ પોલીસી રીઝોલ્‍યુશનના અનુરૂપ તૈયાર કરાવવું.
૨૮ ખાનગી ટ્રસ્‍ટની ખાતાને અનુરૂપ કામગીરી કરતી સંસ્‍થાઓના કર્મચારીઓને તાલીમ આપવી.
backtotop