૫રિચય | અમારા વિષે | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
૫રિચય | અમારા વિષે | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

૫રિચય

નિયામકશ્રી, અભિલેખાગારનો પરિચય

રાજ્યોની પુનઃગઠનની પ્રક્રિયામાં ૧ લી મે, ૧૯૬૦ થી ગુજરાત રાજ્ય અસ્‍તિત્‍વમાં આવ્‍યું. મુંબઇ રાજ્યમાંથ ી અલગ થયા પછી દશ વર્ષ સુધી ગુજરાતમાં રાજ્ય અભિલેખાગાર અંગેનું વ્‍યવસ્‍થાતંત્ર ન હતું. પરંતુ રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા ભારતીય ઐતિહાસિક દફતર આયોગ સાથે સંલગ્‍ન હતું. આથી આ બળવંતરાય મહેતાના મંત્રી મંડળે રાજ્યમાં અભિલેખાગારની જરૂરિયાત સ્‍વીકારી અને જુન-૧૯૬૪ માં રાજ્યમાં અલગ અભિલેખાગાર શરૂ કરવાનો નિર્ણય કર્યો. આમ છતાં ડીસેમ્‍બર – ૧૯૭૧ માં રાજ્ય અભિલેખાગારની શરૂઆત કરવામાં આવી.

જુના રેકોર્ડની મોજણી, મુલ્‍યાંકન અને વર્ગીકર ણ પછી રાજ્ય અભિલેખાગાર નિર્ણય ઉપર આવ્‍યું કે અભિલેખાગારીય સંપત્તિ (દફતરો) ની બાબતમાં ગુજરાત રાજ્ય નસીબદાર છે.

સને ૧૯૭૧ માં રાજ્યમાં અલગ અભિલેખાગાર ખાતાની રચના કરવામાં આવી. ખાતાની કામગીરી વ્‍યવસ્‍થિત ધોરણે હાથ ધરાય તે માટે આજ સુધીમાં નીચે જણાવ્‍યા પ્રમાણેની રેકર્ડ કચેરીઓ ખાતાના સીધા વહીવટી અંકુશ હેઠળ લેવામાં આવી છે. ખાતાની વડી કચેરી ગાંધીનગર ખાતે કાર્યરત છે.

 • અધિક્ષક, દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી, વડોદરા, તા. ૧-૭-૭૪
 • અધિક્ષક, પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી, રાજકોટ તા. ૧-૭-૭૪
 • અધિક્ષક, જીલ્‍લા અભિલેખાગાર કચેરી, જુનાગઢ, તા. ૧-૭-૭૪
 • કચેરી અધિક્ષક, અભિલેખાગાર કચેરી, પોરબંદર, તા. ૧-૯-૮૧
 • અધિક્ષક જીલ્‍લા અભિલેખાગાર કચેરી, જામનગર, તા. ૧-૩-૮૩
 • અધિક્ષક જીલ્‍લા અભિલેખાગાર કચેરી, ભાવનગર તા. ૧-૩-૮૫
 • અધિક્ષક જીલ્‍લા અભિલેખાગાર કચેરી, મહેસાણા, (૧૯-૨-૧૯૯૯)

સચિવાલયના વિભાગો, ખાતાના વડાઓ કે જેમનું કાર્યક્ષેત્ર રાજ્ય છે. તેવી કચેરીઓના કાયમી ધોરણે સાચવવાપાત્ર નોન કરંટ રેકર્ડ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય અભિલેખાગાર, ગાંધીનગર ખાતે વૈજ્ઞાનિક ઢબે બંધાયેલ નવા મકાનમાં વૈજ્ઞાનિક ધોરણે સાચવવા, જાળવવા તથા કેન્‍દ્રિયકૃત કરવાનું કામ હાથ ધરવામાં આવ્‍યું છે.

રેકર્ડ મેનેજમેન્‍ટની કામગીરી વ્‍યવસ્‍થિત ધોરણે થાય તે માટે અને સમગ્ર રાજ્યમાં આ ખાતાની કામગીરી સરળ બને તે માટે જે જીલ્‍લાઓમાં આ ખાતાની કચેરીઓ નથી તે જીલ્‍લાઓને આ ખાતાની નીચે મુજબની કચેરીઓ હસ્‍તક મુકવામાં આવ્‍યા છે. જે નીચે પ્રમાણે છે.

 • દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી, વડોદરા, વડોદરા પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વ્‍યારા
 • ગુ.રા. અભિલેખાગાર કચેરી, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ
 • પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી, રાજકોટ: રાજકોટ, સુરેન્‍દ્રનગર, કચ્‍છ
 • જીલ્‍લા અભિલેખાગાર કચેરી, મહેસાણા: મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ
 • જીલ્‍લા અભિલેખાગાર કચેરી, ભાવનગર: ભાવનગર, અમરેલી
 • જીલ્‍લા અભિલેખાગાર કચેરી, જુનાગઢ: જુનાગઢ
 • જીલ્‍લા અભિલેખાગાર કચેરી, પોરબંદર: પોરબંદર
 • જીલ્‍લા અભિલેખાગાર કચેરી, જામનગર: જામનગર
backtotop